September 2, 2026
Vartman Pravah
Other

વાપીને વંદે ભારત સુપરફાસ્‍ટ ટ્રેનનું સ્‍ટોપેજ મળશે : રેલ મંત્રીએ ગ્રીન સિગ્નલ આપ્‍યું

પેટા
વાપીમાં ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ વી.આઈ.એ. ઝેડ આર.યુ.સી.સી. સભ્‍ય, નાણા મંત્રી અને સી.આર. પાટીલને રજૂઆત થઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
તાજેતરમાંપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગાંધીનગર-મુંબઈ વંદે ભારત સુપરફાસ્‍ટ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્‍યો હતો. આ ટ્રેન ફક્‍ત અમદાવાદ, વડોદરા, સુરતના જ સ્‍ટોપેજ હતા પરંતુ ટ્રેન કાર્યરત થાય તે પહેલાંથી જ વાપીના આગેવાનો ઉદ્યોગપતિઓ, વી.આઈ.એ. અને ઝેડ.આર. યુ.સી.સી. સભ્‍ય તરફથી વાપી સ્‍ટોપેજ અંગે દબાણથી માંગણી કરી હતી. જેની રજૂઆત રેલમંત્રી અશ્વિની વૈષ્‍ણવ સુધી પ્રભાવિત થઈ હતી અને વાપીને વંદે ભારત ટ્રેનની સ્‍ટોપેજની રેલમંત્રીએ લીલી ઝંડી આપી દીધી છે.
વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સુધીની અંતર માત્ર 5:30 કલાકમાં કાપતી સુપરફાસ્‍ટ ટ્રેન છે. વાપી, સેલવાસ, દમણ વિસ્‍તારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ માટે આ ટ્રેન અતિ ઉપયોગી બની રહે તે માટે વાપી સ્‍ટોપેજની જાહેર માંગ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ થઈ ચૂકી હતી. તથા ઝેડયુઆરસી.સી.ના સભ્‍ય જોમ કોઠારી લેખિત રજૂઆત કરી હતી. તમામ બાબતો ધ્‍યાને લઈ રેલમંત્રી અશ્વિની વૈષ્‍ણવે વંદે ભારત ટ્રેનનું વાપી સ્‍ટોપેજ મંજૂર કરી લીલી ઝંડી આપી છે. ટૂંકમાં આ ટ્રેન વાપી સ્‍ટોપેજ કરશે તેથી વાપી અને સંઘપ્રદેશના 26 હજાર ઉપરાંત ઉદ્યોગોને ફાયદો થશે.

Related posts

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

vartmanpravah

વસુંધરા વિદ્યાપીઠ શાળા, પરજાઈના જરૂરિયાતમંદ બાળકોને સહાયક સામગ્રી અને શાળા સબંધિત વસ્‍તુઓ પૂરી પાડવા હવેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા ‘દાન-દિપોત્‍સવ-2024’નું થયેલું સફળ આયોજન

vartmanpravah

ઉમરકુઇ ગામની મેસર્સ યુ.ડી.ફાર્મા રબર લિમિટેડ કંપનીના કર્મચારીઓ લઘુત્તમ વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

Leave a Comment