Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલી અને દમણ દીવ વનવિભાગ દ્વારા 02ઓક્‍ટોબરથી “વન્‍યજીવ સપ્તાહ”નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જે સંદર્ભે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ધોરણ 6થી 9ના સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્‍થિત વનવિભાગના અધિકારી અને શાળાના આચાર્યશ્રીના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને “વન્‍યજીવ સપ્તાહ”ના અંતિમ દિવસે પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવશે. આ અવસરે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ શાળાના આચાર્ય સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

vartmanpravah

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

Leave a Comment