Vartman Pravah
Breaking Newsગુજરાતદેશ

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
અમદાવાદ,તા.10 : હળવદ ખાતે છેલ્લા ઘણા વર્ષો થી દિવ્યાંગ જનો માટે સેવાકીય કાર્યો કરતી સેવાકીય સંસ્થા શ્રી નવજીવન વિકલાંગ સેવશ્રય કાર્યરત છે ત્યારે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના દિવ્યાંગ  બાળકોના માટે કાર્યરત ડે કેર સેન્ટર અન્વયે હળવદ તાલુકાનાં મંદબુદ્ધિના બાળકો માટે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો જે પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષતરીકે ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા ( કેન્દ્રિય મંત્રીશ્રી મહિલા અને બાળવિકાસ ) તેમજ  ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા  તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, એસ.આર.રાંકજા સાહેબ(કાર્યપાલક ઈજનેરશ્રી વાંકાનેર) શ્રી એમ.એમ ચૌધરી (નાયબ ઈજનેરશ્રી હળવદ PGVCL) એ.ડી ભુવા સાહેબ (PGVCL હળવદ શહેર ઉપસ્થિત રહ્યા હતા અને બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો,શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ને શાળા માટે બસનું અનુદાન PGVCL રાજકોટના CSR ફંડ માંથી માતબર દાન આપી બસસેવાનો પ્રાંરભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે માન.કેન્દ્રિય મંત્રીશ્રી મહેન્દ્રભાઇ મુંજપરા સાહેબ દ્વારા સંસ્થાની જેટલી પણ માંગળીઓ અને પડતર પ્રશ્નો છે તે પૂર્ણ કરી આપવા માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર વતી ખાત્રી આપવામાં આવી હતી તદઉપરાંત તેમની ગ્રાંટમાથી દિવ્યાંગજનોના કલ્યાણ માટે જે પણ ગ્રાંટની જરૂરિયાત હશે તે આપવા માટે ખાત્રી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા સંસ્થાની પ્રશંસનીય કામગીરી માટે અભિનંદન પાઠવેલ મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં દિવ્યાંગ જનો માટે વિશિસ્ટ કામગીરી કરતી આ સંસ્થાને તમામ પ્રકારે મદદરૂપ કરવા ખાત્રી આપવામાં આવી હતી ,આ પ્રસંગે તપનભાઈ દવે દ્વારા આ સંસ્થા ગરીબોના આધારસમી બની દિવ્યાંગ કલ્યાણ રથને આગળ ધપાવતી રહે અને મંદબુધ્ધિ બાળકો દેવ સ્વરૂપ છે તેવું કહી સંસ્થાને સન્માનીત કરી હતી, સંસ્થાના માનદ મંત્રી દ્વારા સૌ કોઈને આવકારી સંસ્થાનો 23 વર્ષનો ઇતિહાસ ટૂકમાં વર્ણવ્યો હતા.

આગામી સમયમાં હળવદમાં દિવ્યાંગજનો માટે રમત ગમત સ્ટેડિયમ ઊભું કરવા માટે પ્રયત્નશીલ છે જેમાં રાજય અને કેન્દ્ર સરકાર સહયોગી બની અને અને દિવ્યાંગજનો ના કલ્યાણકારી કાર્યો થતાં રહે તેવી વાત માન.કેન્દ્રિયમંત્રી સમક્ષ મૂકી હતી.આ વિસ્તારના દિવ્યાંગોને સ્કીલયુક્ત કરી સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે સંસ્થા પ્રય્ત્નશીલ રહશે તેવું પણ તેમણે જણાવ્યુ હતું મોરબી  જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠલાપરા દ્વારા અન્નદાન માટે સહયોગ આપવા ની જાહેરાત કરી હતી PGVCLના અધિકારી એસ.આર.રાંકજા સાહેબ દ્વારા કહેવામા આવ્યું હતું કે માનદસેવાને નમૂનેદાર સંસ્થા હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય ને હજી પણ જરૂરિયાત મુજબ CSR ફંડ આપવા માટે મારી ભલામણ કરીશ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ના આગેવાન જયેશભાઇ રંગાડીયા, ભાનુપ્રસાદ પંડયા,અરૂણભાઈ ગોસાઇ,જગદીશભાઇ પટેલ એ જહેમત ઉઠાવી હતી તેમનં દિવ્યાંગ મંદબુધ્ધિના બાળકો દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેની તૈયારી ટીનાબેન તથા કુસુમબેન દ્વારા કરાવામાં આવી હતી,કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

વાપી રોફેલ એમ.બી.એ. કોલેજમાં સમન્‍વય 2021-22 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

Leave a Comment