Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

છ માસિક હિસાબો મંજૂર કરાશે તેમજ કારોબારી સમિતિમાં આવેલ નોંધ સહિત સભ્‍યોના કામોના ઠરાવ કરાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી નગરપાલિકાની આગામી તા.18 ઓક્‍ટોબરના રોજ દિવાળી પહેલાં સામાન્‍ય સભા યોજાનાર છે. છ માસિક હિસાબો સહિત એજન્‍ડા ઉપરના કામોની સામાન્‍ય સભામાં ચર્ચા-વિચારણા અને બહાલી આપવામાં આવશે.
વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા આગામી તા.18મી ઓક્‍ટોબરને મંગળવારના દિવસે પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહની અધ્‍યક્ષતામાં યોજાનાર છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સામાન્‍ય સભામાં રોડ, રસ્‍તા જેવા મહત્ત્મ કામોને બહાલી આપી દેવાશે તેમજ ચૂંટણી જાહેર થાય તે પહેલાં તમામ કામોનું ટેન્‍ડરીંગ અને વર્ક ઓર્ડર આપી કામો શરૂ કરી દેવાશે. સામાન્‍ય સભામાં છ માસિક હિસાબો મંજૂર કરવામાં આવશેતેમજ તા.11-10-2022ના રોજ મળેલી કારોબારી સમિતિની નોંધ અને વિવિધ સમિતિઓ દ્વારા રજૂ થયેલા કામોને વંચાણે લઈ જે તે ઠરાવ કરવામાં આવશે તેથી દિવાળી પહેલાંની આ સામાન્‍ય સભા મહત્ત્વની પુરવાર થઈ રહેશે.

Related posts

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

Leave a Comment