October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરેલ સોલાર પ્‍લેટો રૂા.1.38 કરોડ સાથે પીએસઆઈ શ્રી સમીર જે. કડીવાલા સહિતના સ્‍ટાફે રાત્રિ દરમિયાન ચાસા ગામેથી ત્રણ જેટલા અને ઝડપી પાડયા હતા.જેમાં તપાસ દરમિયાન અન્‍ય લોકોની પણ સંડોવણી બહાર આવતા રાજકોટના એક સહિત વધુ પાંચ લોકોને ઝડપી પાડી નામદાર કોર્ટમાંથી રિમાન્‍ડ મેળવી આગળની તપાસ હાથ ધરતા પોલીસે દિલીપ છગન જાદવાણી (રહે.બી-501 રોયલ રિપોઝ નિકોલ ભક્‍તિ સર્કલ, અમદાવાદ)ની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
સોલાર કંપનીમાંથી સોલાર પ્‍લેટોની ચોરીના ગુનાના ટૂંકા ગાળામાં જ પોલીસે આઠેક જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. દેગામ સ્‍થિત ઉપરોક્‍ત સોલાર કંપનીમાં સિકયુરિટી અને અન્‍ય સ્‍ટાફને ચોરીની આશંકા જતા તેઓ ઝીણવટ ભરી તપાસ કરી નજર રાખી હતી. આ દરમિયાન રાત્રિના સમયે પોલીસે પ્‍લેટોના જથ્‍થા સાથે આરોપીઓને દબોચી લઈ તે જ ગતિએ તપાસ હાથ ધરી આઠ એક જેટલા આરોપીઓને પણ ઝડપી લઈ ચોરીના સમગ્ર ગુનાનો પર્દાફાશ કરી પ્રશંસાપાત્ર કામગીરી કરતા કંપનીના અધિકારીઓ પણ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.

Related posts

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વાપી છીરીના પેટ્રોલ પમ્‍પથી રૂા.5.35 લાખનું ડિઝલ ભરાવી રૂપિયા નહી આપતા ચણોદના ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah

Leave a Comment