Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં આવેલ એક કિરાનાની દુકાનમાં શનિવારની રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવાપામી હતી. દુકાનનો સરસામાન બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન થયાનો અંદાજ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરસાડીમાં જય બાણેશ્વરી કિરાના સ્‍ટોર્સ નામની દુકાન માલિક કાન્‍તીભાઈ માલી ચલાવી રહ્યા છે. શનિવારે રાત્રે રાબેતા મુજબ કાન્‍તીભાઈ તેમની દુકાન બંધ કરીને ઘરે નિકળી ગયા હતા ત્‍યારે મોડી રાતે દુકાનમાંથી ધુવાડાના ગોટેગોટા દેખાતા આજુબાજુવાળાઓ કાન્‍તીભાઈને જાણ કરી હતી તેમજ સ્‍થાનિક પાણીની સગવડ મુજબ આગ બુઝાવવાની કોશિષ શરૂ કરી દીધી હતી. કાન્‍તીભાઈ ઘરેથી દુકાન દોડી આવ્‍યા હતા. તુરત પોલીસને જાણ કરવાની કોશિષ કરેલી પણ ફોન લાગ્‍યો નહોતો. અંતે જેમ તેમ કરી આગને લોકોએ બુઝાવી હતી. આગમાં લાખોનો સરસામાન બળીને ખાખ થઈ ગયાનું અનુમાન દુકાન માલિકે આપ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ-દમણ ખાતેની ઐતિહાસિક જનસભા-રેલીનો રાજકીય ફાયદો શાસક ભાજપ ઉઠાવી શકશે?

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

Leave a Comment