December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

UIDIA પ્રાદેશિક કાર્યાલય મુંબઈ દ્વારા આજે સેલવાસમાં કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાશે

કાર્યશાળા યોજવાનો હેતુ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: આધાર પરિસ્‍થિતિ તંત્રનો વિસ્‍તાર કરવા અને લોકોમાં જાગરૂકતા લાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય,મુંબઈ દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક કાર્યશાળાનું આયોજન, સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે આવતી કાલ તા. 18મી ઓક્‍ટોબરના રોજ સવારે 11:00 વાગ્‍યાથી બપોરના 1:00 વાગ્‍યા દરમ્‍યાન આયોજીત કરવામાં આવનાર હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આધાર પરિસ્‍થિતિ તંત્રનો વધુ વિસ્‍તાર કરવા અને લોકોમાં આધાર પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા માટે ભારતીય વિશિષ્ટ ઓળપપત્ર પ્રાધિકરણ યુઆઈડીએઆઈ પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ દ્વારા દાનહના સેલવાસ ખાતેના કલા કેન્‍દ્ર ખાતે એક કાર્યશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે. આ કાર્યશાળામાં દરેક સચિવ, સંયુક્‍ત સચિવ, નિર્દેશકો અને દરેક કાર્યાલયના પ્રમુખો ઉપસ્‍થિત રહેશે.

Related posts

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

દીવ ખાતે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા દરિયામાં ન્હાવાનો લુપ્ત ઉઠાવતા પર્યટકો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

Leave a Comment