Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

દમણગંગા કેનાલ સબ ડિવિ. ઓફીસની પાસે જૂની કોર્ટ પાસેની જમીન પરથી હંગામી ડેપો સંચાલન કરવાની ચાલી રહેલી વિચારણા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: આગામી ટૂંક સમયમાં વાપીનો હયાત રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્‍વંશ કરીને તેની જગ્‍યાએ નવિન એફ.ઓ.બી. બનાવવાની ગતિવિધિ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્‍યારે મહત્ત્વની સમસ્‍યા સાથે સાથે એ પણ ઉભી થવા જઈ રહી છે કે તો વાપી એસ.ટી ડેપોનું શું? જો કે સરકારની લાગણી વળગતી તમામ એજન્‍સીઓ આ બાબત અંગે વિવિધ સ્‍થળ નિરીક્ષણ અને સંકલનની રૂપરેખાને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે તે મુજબ બલીઠા-ને.હા. ઉપર હંગામી ધોરણે બસ ડેપોનું સંચાલન કરવામાં આવશે.
વાપી આર.ઓ.બી.ની કામગીરી શરૂ થવાની સાથે જ એસ.ટી.બસોની હયાત ડેપોની અવરજવર બંધ કરવી જ પડે તે માટે બલીઠા નજીક ને.હા. ટચ એવી દમણગંગા કેનાલ સબ ડિવિ. નં.06 વાપી ઓફિસ બાજુમાં સ્‍થિત જુની કોર્ટ બિલ્‍ડીંગવાળી જગ્‍યા પૈકી 6 હજાર ચો.મીટર જગ્‍યા હંગામી બસ સ્‍ટેશન માટે આઈડેન્‍ટીફાઈડ કરાઈ છે. ટેમ્‍પરરી વ્‍યવસ્‍થા માટે અનુકુળ જણાઈ છે. જો કે ટેમ્‍પરરી બસ સ્‍ટેન્‍ડ કાર્યરત થાય તે પહેલાં લેન્‍ડ હાઉસીંગ, પાણી બોર, ટોયલેટ, સેપ્‍ટીક ટેન્‍ક જેવી સુવિધાઓ પણ ઉભી કરવાની થાય છે તેથી જિલ્લાની જાહેર બાંધકામ વિભાગ સહિતની અન્‍ય એજન્‍સીઓ દ્વારા નવી કામગીરી અંગે ચક્રો ગતિમાન કરાશે તેવું જાણવા મળ્‍યું છે.

Related posts

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દમણ રોડ શો દરમિયાન આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ સમર્થનના ઉપલક્ષમાં દમણ પ્રવાસી રાજસ્‍થાની સમાજ દ્વારા યોજાયો આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમ

vartmanpravah

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

vartmanpravah

વાપી બલીઠાના લીલા નાળિયેરની લારી ચલાવતા શ્રમિકે ઈમાનદારી દાખવી : મળેલી બેગ માલિકને પરત કરી

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah

Leave a Comment