August 31, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કુવૈતમાં યોજાયેલ એશિયન યુથ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશીપમાં બે સિલ્‍વર મેડલ જીતવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્‍મદને રૂા.10 લાખ અને કોચને રૂા.2.5 લાખના ઈનામની કરેલી જાહેરાત

લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્‍મદે કુવૈત ખાતે યોજાયેલ 4થી એશિયન યુથ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશીપમાં લોંગ જમ્‍પ અને હેપ્‍ટાથ્‍લોનમાં સિલ્‍વર મેડલ જીતી વિશ્વ ફલક ઉપર રોશન કરેલું ભારતનું નામઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પાઠવેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.18 : કુવૈતમાં યોજાયેલી 4થી એશિયન યુથ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશીપમાં લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્‍મદે લોંગ જમ્‍પ અને હેપ્‍ટાથ્‍લોનમાં સિલ્‍વર મેડલ જીતી દેશનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દેશનું નામ વિશ્વ ફલક પર રોશન કરનાર લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્‍મદને પ્રશાસન તરફથી રૂા.10 લાખનું ઈનામ અને તેમના કોચ અહેમદ જાવેદને રૂા.2.5 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે અને પ્રશાસકશ્રીએ અભિનંદનની સાથે શુભકામનાઓ પણ પાઠવી છે.

Related posts

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

vartmanpravah

કાઉન્‍સિલની પ્રથમ બેઠકમાં ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ દરેકના પ્રયાસોથી શહેરને સ્‍વચ્‍છ સુંદર અને રળિયામણું બનાવવા વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્‍થો મળ્‍યો

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment