Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

વિરોધપક્ષના આક્ષેપો : પાલિકાના નિર્ણયોમાં વહાલા દવલાની નિતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નગરપાલિકા સભાખંડમાં આજે મંગળવારે સામાન્‍ય સભા યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં પાલિકા દ્વારા હાથ ધરાનારા વિકાસ કામોની રૂપરેખા અપાઈ હતી તેમજ ગત સભાના વિકાસ કામોની બહાલી અપાઈ હતી.
ચૂંટણી આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે વિકાસ કાર્યો બહાલી આપવા માટે 10 દિવસ વહેલી સામાન્‍ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહની અધ્‍યક્ષતામાં યોજાયેલ સભામાં ચીફ ઓફિસર શૈલેષ પટેલે નગર સેવકોને દિવાળી શુભેચ્‍છા પાઠવી આજની સભામાં મહત્ત્વના વિકાસ કાર્યોની બહાલી અપાઈ હતી. તેમાં ડુંગરામાં એસ.ટી.પી. પ્‍લાન્‍ટ અને સંપ માટે 4 ઓકરની જમીન સંપાદિત કરાઈ છે. તેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તદ્દઉપરાંત જે ટાઈપ આર.ઓ.બી. પડેસ્‍ટ્રીયલ બ્રીજની મંજૂરી મેળવી આગામી સમયે કામ હાથ ધરાશે તેમજ ચલામાં નવુ ફાયર સ્‍ટેશન ઉભુ કરાશે અને રેલવે ગરનાળાનું બ્‍યુટીફીકેશન કરવા જેવા કામો સભામાં ચર્ચાયા હતા. તેમજ બહાલી પણ અપાઈ હતી. પાલિકાની સભામાં વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલ અનેકોંગ્રેસ સભ્‍યએ આક્ષેપ કર્યા હતા કે પાલિકાના વિકાસ કાર્યોના નિર્ણયોમાં વહાલા-દવલાનો ભેદભાવ રખાય છે. જેનો ભોગ પ્રજા બની રહી છે. સભ્‍યો તરફથી થયેલી રજૂઆતો ધ્‍યાને લઈ કામ થશે તેવી ખાત્રી આપી હતી. ઉપ પ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત તમામ નગરસેવકો સામાન્‍ય સભામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ જુજવામાં જંગી જનસભા સંબોધી

vartmanpravah

Leave a Comment