December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

  • દિવાળી-નવા વર્ષના તહેવાર ટાણે જીવનમાં એક પ્રણ લેવા પણ પ્રશાસકશ્રીએ આપેલી ઉમદા સલાહ

  • દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, પદ્મશ્રી પ્રભાબેન શાહ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, નટુભાઈ પટેલ, દાનહ અને દમણના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, હોટેલરિયનો, એડવોકેટો, ડોક્‍ટરો સહિત ગણમાન્‍ય લોકોની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા મોટી દમણના તેમના નિવાસ સ્‍થાન ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે દિપાવલી સ્‍નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સાંસદ, પૂર્વ સાંસદો, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, હોટેલરિયનો, અધિકારીઓ તેમજ આમંત્રિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દિવાળીની શુભકામના પાઠવતાં જણાવ્‍યું હતું કે, આપણે ગુલામીની માનસિકતા ભૂલી નાંખવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પહેલાં દિવાળીના ટાણે થતાં મિલનને ‘એટ હોમ’નું નામ આપી આમંત્રણો અપાતા હતા. જ્‍યારે આવર્ષથી ‘એટ હોમ’ નહીં પરંતુ દિપાવલી સ્‍નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, અસત્‍ય ઉપર સત્‍યનો વિજય એટલે દિવાળી. પ્રકાશનું પર્વ અને મનના અજવાળા કરી મનના અંધારાને દૂર કરવાનો પણ આ તહેવાર છે. તેમણે જણાવ્‍યું હતું કે, મનની કટુતા ઈર્ષ્‍યા ભેદભાવ દૂર કરવાનો પણ આ અવસર છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દિવાળીના તહેવાર ટાણે કોઈપણ એક પ્રણ લેવા પણ સલાહ આપી હતી. તેમણે પ્રારંભમાં દિવાળી આવવા પહેલાં ઘરની મહિલાઓ દ્વારા કરાતી ઘરની સાફ-સફાઈનો ઉલ્લેખ કરી જણાવ્‍યું હતું કે, પ્રદેશની સુખાકારી અને તંદુરસ્‍તી માટે પ્રદેશના આઈ.એ.એસ., આઈ.પી.એસ. કે આઈ.એફ.એસ. જેવા અધિકારીઓએ પોતાના કાર્યાલયથી માંડી પ્રદેશની સ્‍વચ્‍છતા માટે હાથમાં ઝાડું લઈ કામ કર્યું છે. તેમણે અધિકારીઓને આ બાબતે અભિનંદન પણ પાઠવ્‍યા હતા.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, લોકોની ખુશીની અભિવ્‍યક્‍તિ એટલે દિવાળી. દિવાળી મનને ખુશ કરતો તહેવાર હોવાનું પણ જણાવ્‍યું હતું.
આ દિપાવલી સ્‍નેહ મિલનના કાર્યક્રમમાં પદ્મશ્રી શ્રીમતી પ્રભાબેન શાહ, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ (દાદા), દાનહનાપૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી પવન અગ્રવાલ, દમણ હોટલ એસોસિએશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ મીરામાર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, ડિસ્‍ટીલરી એસોસિએશનના પ્રમુખ શ્રી અશોક ખેમાણી, પોલીસકેબના શ્રી આર.કે.કુંદનાની સહિત મોટી સંખ્‍યામાં આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળાની જમીન વિવાદિત મુદ્દે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્રએ પાઠવેલી નોટિસ

vartmanpravah

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

vartmanpravah

Leave a Comment