September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

સેલવાસ ન.પા.ના વિવાદાસ્‍પદ રહેલા ચીફ ઓફિસર મનોજ પાંડેયના સ્‍થાને ડો. સુનભ સિંઘની કરાયેલી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 2020 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોર જોડાતાં પ્રદેશના કેટલાક આઈ.એ.એસ. અને દાનિક્‍સ અધિકારીઓના વિભાગોની પુનઃ ફાળવણી કરવાનો આદેશ પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવામાં આવ્‍યો છે.
આઈ.એ.એસ. અને દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં કરાયેલા ફેરબદલ મુજબ હવેથી ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે શ્રી પ્રિયાંક કિશોરની વરણી કરવામાં આવી છે અને દાનિક્‍સ અધિકારી ડો. સુનભ સિંઘને ડેપ્‍યુટી કલેક્‍ટરના પદેથી રિલીવ કરી તેમને સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી સુપ્રત કરાઈ છે.
સેલવાસ નગરપાલિકાના વિવાદાસ્‍પદ રહેલા ચીફ ઓફિસર શ્રી મનોજ કુમાર પાંડેયને દાનહ અને દમણ-દીવના સમાજ કલ્‍યાણ, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટી સેક્રેટરી કમ ડેપ્‍યુટી ડાયરેક્‍ટર અને ટ્રાયબલ વેલ્‍ફેર વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટીસેક્રેટરીની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે અને શ્રી જતિન ગોયલને આ વિભાગના વધારાના હવાલાથી મુક્‍ત કરાયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન અને પર્યાવરણ તથા વાઈલ્‍ડ લાઈફ વિભાગના ડાયરેક્‍ટર કમ ડેપ્‍યુટી સેક્રેટરીનો વધારાનો હવાલો દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન પાસેથી પરત લેવામાં આવ્‍યો છે.

Related posts

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન તથા ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ હરિશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વેચાણ-ધંધાનું લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાતા દાદરા નગર હવેલી સિવિલ સપ્‍લાય વિભાગે સાયલી ગામનો માલીબા પેટ્રોલ પંપ સીલ કર્યો: 30 દિવસના અંતરાયમાં ત્રીજો પેટ્રોલ પંપ સીલ કરવાની ઘટના

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

ચીખલી તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂા.12.48 કરોડના ખર્ચે નવનિર્મિત 65 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

Leave a Comment