December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું આયોજનઃ સમસ્‍ત દમણ દોડશે

સવારે 7 વાગ્‍યે મોટી દમણના ન્‍યુ લાઈટ હાઉસ બીચથી થનારો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આવતી કાલે રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આયોજીત એકતા માટે દોડ અભિયાન (રન ફોર યુનિટી કેમ્‍પેઈન)નો આરંભ સવારે 7 વાગ્‍યે ન્‍યુ લાઈટ હાઉસ બીચ મોટી દમણથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે કરવામાં આવશે.
જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના દિશા-નિર્દેશ હેઠળ ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા દ્વારા દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા, ઉદ્યોગ સમૂહ, હોટલ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્‍થાઓ સહિત જિલ્લાના તમામ નાગરિકોને જોડી એકતા માટે દોડનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ની મળેલી પહેલી સલાહકાર પરિષદની બેઠકઃ વિકાસકામોના સોશિયલ ઓડિટ ઉપર જોર

vartmanpravah

ધરમપુર કાકડકુવા ગામે ડ્રાઈવરો માટે અમલી બનેલ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોની સભા યોજાઈ

vartmanpravah

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભીમપોર સરકારી આશ્રમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment