September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : ઉત્તર ભારતના ખાસ કરીને બિહાર અને ઉત્તર-પૂર્વના પ્રદેશમાં છઠ્ઠપૂજાનું ઘણું મહત્‍વ છે. આ પૂજા ત્રણ દિવસ ચાલે છે. જેમાં સૌભાગ્‍યવાન મહિલાઓ પોતાના પરિવારની સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે પૂરી આસ્‍થા અને શ્રધ્‍ધા સાથે પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. કારતક માસના છઠ્ઠના દિને સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્‍ય પ્રદાન કરી નદીના ઘાટ પર પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે સાતમના દિને ઉગતા સૂર્યની પૂજાકરવામાં આવે છે. દાનહમાં પણ બિહાર સમાજ દ્વારા સેલવાસ દમણગંગા નદી કિનારે રિવર ફ્રન્‍ટ પર ઓલ ઈન્‍ડિયા પીપલ્‍સ એસોસિએશન અને ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા ડોકમરડી ખાડી કિનારે બિહાર જન સેવા સંઘ દ્વારા બાવીસા ફળિયા મહાદેવ મંદિર નજીક નદી કિનારે છઠ્ઠ મિથિલ મિત્ર મંડળ દ્વારા છઠ્ઠપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બિહાર સમાજના આગેવાનો, મહિલાઓ સહીત પૂજામાં ભાગ લીધો હતો અને પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ છઠ્ઠપૂજા દાનહ પોલીસ દ્વારા પણ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

Related posts

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

Leave a Comment