October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસ દ્વારા સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું રવિવારના રોજ ડીઆઈજીની અધ્‍યક્ષતામાં સમાપન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પોર્ટ્‍સ મીટમાં ત્રણે જિલ્લાના 210 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ગૃહ મંત્રાલય દ્વારા 21 ઓક્‍ટોબરથી 31 ઓક્‍ટોબર સુધી પોલીસ સપ્તાહ જાહેર કરવામાં આવ્‍યું હતું. પ્રધાનમંત્રીના નેતૃત્‍વમાં દેશભરમા ફીટ ઈન્‍ડિયા આંદોલન ચાલી રહ્યું છે. દાનહ દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં ત્રણ દિવસીય પોલીસ સ્‍પોર્ટ્‍સ મિટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પોર્ટ્‍સ મીટમાં 15 ઈવેન્‍ટ ઈન્‍ડોરઅને આઉટડોર હતી. જેમાં દાનહ દમણ દીવના 210 પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પોર્ટ્‍સ મીટનું આયોજનનો ઉદ્દેશ્‍ય સ્‍વસ્‍થ મન, શરીરની ભાવના અને ઉત્‍કૃષ્ટતાના માટે પ્રયાસ કરવા અને પોલીસ કર્મચારીઓ વચ્‍ચે સૌહાર્દની ભાવના પેદા કરવાની હતી. આ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટના સમાપન પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ડીઆઈજી શ્રી મિલિન્‍દ મહાદેઓ દુમ્‍બરે, દાનહ એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, દમણ એસ.પી. શ્રી અમિત શર્મા, દીવ એસ.પી. શ્રી અનુજ કુમાર ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમાપન પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ ડીઆઈજીના હસ્‍તે વિજેતા પોલીસ કર્મચારીઓને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્‍યા હતા.

Related posts

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર

vartmanpravah

વલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

vartmanpravah

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

vartmanpravah

Leave a Comment