October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

જિલ્લાભરમાં રાજકીય-સામાજીક સ્‍તરેથી શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ગત રવિવારે સૌરાષ્‍ટ્રના મોરબી શહેરમાં દુઃખદાયી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરમાં આવેલ પીકનિક સ્‍પોર્ટ પર કાર્યરત ઝુલતો પુલ ક્ષણોમાં મત્‍સુ નદીમાં તૂટી ખાબકી પડયો હતો જેમાં 141 જેટલા પુરુષ-ષાીઓ-બાળકોનું ડૂબી જતા કરુણ મોત થયા છે. આ ગોઝારી ઘટનાને લઈ રાજ્‍યભરમાં શોક અને દુઃખનો માહોલ-માતમ છવાઈ જવા પામ્‍યો છે. દુર્ઘટનાના મૃતકોને ઠેર ઠેર શ્રધ્‍ધાંજલી અપાઈ રહી છે તે અંતર્ગત વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વલસાડ શહિદ ચોકમાં સોમવારે સાંજે મૃતકો માટે શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
વલસાડમાં આપ દ્વારા યોજાયેલ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં વલસાડ ભેઠકના આપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ રાજુભાઈ મરચાએ કાર્યકરો સાથે ઉપસ્‍થિત રહી જણાવ્‍યું હતું કે આ એક આઘાત જનક દુઃખદ ઘટના છે. આમાં કોઈ રાજકારણને સ્‍થાન ના હોઈ શકં પરંતુ દુર્ઘટનાના જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ એક માનવીય ભૂલ છે. પ્રશાસનિક ક્ષતિ છે. તેથી સેંકડો નિર્દોષજનો મોતને ભેટયા છે. મોરબી નહી પરંતુ સમગ્ર ગુજરાત માટે દુઃખદ ઘટના છે.

Related posts

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment