October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

ડીએમસીના કાઉન્‍સિલર મુકેશ પટેલે જલારામ બાપાની આરતી ઉતારી લીધેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લંડન, તા.01 : સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણીની સાથે ભારતથી સાત સમંદર પાર યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટર શહેરમાં વસતા દમણવાસીઓના જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ બાપાની જન્‍મ જયંતિની ખુબજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે વિધિ-વિધાન સાથે જલારામ બાપાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. દમણથી યુ.કે.ના પ્રવાસે ગયેલા દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કાઉન્‍સિલર શ્રી મુકેશ પટેલે જલારામ બાપાની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્‍યા હતા. સાથે જ શ્રી મુકેશ પટેલે યુ.કે.માં વસતા તમામ ભારતીયો માટે અને સંઘપ્રદેશવાસીઓની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. આ દરમિયાન વિદેશની ધરતી પર જલારામ જયંતિ કાર્યક્રમનું આયોજન કરનારા જય જલારામ યુવક મંડળના કાર્યની સરાહના કરી હતી અને તેઓએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

લાઈટિંગ

vartmanpravah

નવસારી એસ.ઓ.જી.ની ટીમે ખેરગામના ધામધુમાથી લાકડા ભરેલ વગર નંબરની પીકઅપ સાથે 2 ઈસમોની અટક કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

વાપીમાં રૂા.4.પ0 કરોડના ખર્ચે સાકાર થયેલાઆર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપીમાં કરાટે ટ્રેનિંગના 27 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપીમાં થઈ ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

Leave a Comment