October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02: ગત રવિવારના રોજ મોરબી ખાતે ઝુલતો પુલ અચાનક તુટી પડતાં જે દર્દનાક દુર્ઘટના ઘટી અને તેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો થઈ આશરે 140 જેટલા લોકો મૃત્‍યુ પામ્‍યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને શોકમગ્ન કરી દીધું હતું, દીવખાતે પણ તે ઘટનાનું લોકો પર પ્રતિઘાત જોવા મળ્‍યો જેને લઈને વણાકબારા ગ્રામ પંચાયત તથા સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા મૃતકો માટે વણાકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનોએ મીણબત્તી પ્રગટાવી, પુષ્‍પ અર્પણ કરી સાથે બે મિનિટનું મૌન ધારણ કરી શ્રધ્‍ધાંજલી આપી હતી, સાથે ઘાયલ લોકો પણ વહેલીતકે સ્‍વસ્‍થ બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. આ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન, ઉપ સરપંચ શશીકાંતભાઈ, ડો.ભરત ચાવડા, વણાકબારા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નરસિંહભાઈ, જિલ્લા પંચાયત સદસ્‍યો ઉમેશ રામા, રામજીભાઈ, રામજી પારસમણિ, પુંજાભાઈ બામણીયા, ભીખાભાઈ વૈશ્‍ય, નરસિંહભાઈ ચારણીયા, રામજીભાઈ સોલંકી, ડો.હરેશ સોલંકી (ચૂલાવાડા), કિર્તી ગોહિલ, લક્ષ્મણ જીવા સોલંકી, મનોજ બારિયા, બાબુભાઈ વૈશ્‍ય ગ્રામ પંચાયત સદસ્‍યો અને બહોળી સંખ્‍યામાં મહાનુભાવો, મહિલાઓ અને પુરુષો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 156 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાપર્ણ અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

Leave a Comment