June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

આર્થિક ભારણ અને પરિવારનો કંકાસથી શ્રમિક યુવતિ કંટાળી ગઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ તિથલ બીચ ઉપર એક યુવતિએ ગુરૂવારે સાંજે અને આજે એમ બે બે વાર દરિયામાં આપઘાત કરવાની કોશિષ કરી હતી. બન્ને વખત ફરજ પરના જી.આર.ડી. જવાનો અને સ્‍થાનિક લારીવાળાઓએ યુવતિને ઉગારી લીધી હતી.
તિથલ દરિયા કિનારે ગુરૂવારે સાંજે દરિયામાં દુર દુર ચાલતી જઈ રહેલી એક યુવતિને હિરેન પટેલ નામનો સહેલાણી જોઈ જતા લારી સંચાલકને જાણ કરી હતી. ઘટનાની જાણ જી.આર.ડી. જવાનોનેથતા જવાનોએ યુક્‍તિ પૂર્વક યુવતિને બચાવી લીધી હતી. બચાવાયેલી યુવતિ આજે શુક્રવારે બપોરે ફરી દરિયામાં આપઘાત કરવા આવી હતી. ગઈકાલે લોકોએ સમજાવી યુવતિને ઘરે મોકલી હતી. પરંતુ આજે ફરીવાર દરિયામાં આપઘાત કરવા આવી પહોંચી હતી. જી.આર.ડી.એ સી.ટી. પોલીસને જાણ કરતા પોલીસ યુવતિને લઈ ગઈ હતી. તેના વાલી વારસોને જાણ કરાઈ હતી. તપાસમાં બહાર આવ્‍યું હતું કે, યુવતિની નોકરી છૂટી જતા આર્થિક સંકટ તથા પરિવારના કાયમી કંકાસથી કંટાળી ગઈ હોવાથી આપઘાત કરી મરી જવાનો પ્રયાસ કરતી રહી હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

28મી ઓગસ્‍ટ, 2003ના પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોની યાદમાં મોટી દમણ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું કરેલું લોકાર્પણ

vartmanpravah

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

Leave a Comment