Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદમણ

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

વાત્‍સલ્‍ય શૈશવ શાળાના સંચાલક અપૂર્વ પાઠક અને દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર જયંતિભાઈ પટેલના સહયોગથી દાભેલ હોસ્‍પિટલના સંચાલક ડો. પંકજભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06: ગત શનિવારે સાંજે 7 વાગ્‍યે વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં સંચાલક શ્રી અપૂર્વ પાઠક તથા દમણ નગરપાલિકાના પૂર્વ કાઉન્‍સિલર આગેવાન શ્રી જયંતિભાઈ પટેલના સહયોગથી દાભેલ સ્‍થિત હંસા હોસ્‍પિટલના સંચાલક અને પ્રખ્‍યાત ડોક્‍ટર પંકજભાઈ દેસાઈના માર્ગદર્શનમાં મધુપ્રમેહ(ડાયાબીટીસ) રોગ બાબતે જાગરૂકતા અભિયાનના ઉદ્દેશ્‍યથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.5મીના શનિવારે સાંજે 7 વાગ્‍યાના સમયે નાની દમણના દાભેલ ખાતે આવેલ હંસા હોસ્‍પિટલના સંચાલક ડો. પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં શાળાના સંચાલક શ્રી અપૂર્વ પાઠક અને દમણ ન.પા.ના પૂર્વ કાઉન્‍સિલર અગ્રણી શ્રી જયંતિભાઈ પટેલના સહયોગથી મધુપ્રમેહ (ડાયાબીટીસ) રોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેથી એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિર મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ આવ્‍યાહતા. જેમનું સુગરની માત્રા ચકાસવામાં આવી હતી. જેના માધ્‍યમથી લોકોમાં ડાયાબીટીસ રોગથી બચવાના ઉપાય અને તેના પ્રભાવથી છૂટકારો મેળવવા માટે ડો. પંકજભાઈ દેસાઈએ ખુબ જ ઊંડાણથી અને સરળતાથી પ્રકાશ પાડયો હતો.
આ પ્રસંગે લાભાર્થી દર્દીઓ દ્વારા ડો. પંકજભાઈ દેસાઈને પૂછવામાં આવેલ પ્રશ્નો અને તેમની સમસ્‍યા ઉપર તેમના દ્વારા ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. જે તમામ માટે ભવિષ્‍યમાં ફાયદાકારક રહેશે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી અપૂર્વ પાઠક, શ્રી જયંતિભાઈ પટેલ, ડો. પંકજભાઈ દેસાઈ, ડો. મીનાબેન દેસાઈ સહિત તેમનો પરિવાર અને તમામ સહાયક સ્‍ટાફનો ખુબ સહયોગ રહ્યો હતો.

Related posts

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકામાં રખડતા ઢોરોનો આતંકઃ બે આખલાઓ લડ લડતા મકાનમાં ઘુસી જતા અફરા તફરી મચી

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા

vartmanpravah

Leave a Comment