Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

સેલવાસથી મહારાષ્‍ટ્રના જવ્‍હાર તરફ અને જવ્‍હારથી સેલવાસ તરફ જઈ રહેલ એસ.ટી. બસ વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં એક બસના ચાલકની હાલત ગંભીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : દાદરા નગર હવેલીના સેલવાસથી નાશિક તરફ જઈ રહેલ એસ.ટી. બસ અને મહારાષ્‍ટ્રના જલગાંવથી સેલવાસ તરફ આવી રહેલ એક મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનની પાલઘર જિલ્લાના જવ્‍હાર નજીક આવેલ જય સાગર ડેમ પાસે વળાંકમાં બે બસ સામસામે ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતના પગલે બંને બસમાંના 25થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને પ્રથમ જવ્‍હારની કુટિર હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા હતા. જ્‍યારે વધુ ગંભીર ઈજા પામનાર ત્રણ જેટલા વ્‍યક્‍તિઓને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્‍માતમાં એક બસના ચાલકનસ હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી છે.
અત્રે યાદ રહે કે, મહારાષ્‍ટ્ર રાજ્‍ય પરિવહનના બસના મોટાભાગના ચાલકો પુરપાટ ઝડપે બસ હંકારતા હોવાનું નજરે પડે છે. જેથી સરકાર દ્વારા આ બસની સ્‍પીડ પણ અમુક હદ સુધી મર્યાદિત રાખવામાં આવે જરૂરી છે.

Related posts

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment