Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08: દીવના દગાચી ખાતે છેલ્લા 31 વર્ષથી હર્ષોલ્લાસથી ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે પણ દગાચી ખાતે આવેલ બરડાઈ માતાના ડુંગર પર ગુરુનાનક જયંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જે દગાચી, પટેલ વાડી ગામમાં ફરીને બરડાઈ માતા મંદિરએ પહોંચી હતી. ગુરુનાનક જયંતિમાં ગુરુ ગ્રંથ વાંચી હરદાસ કરવામાં આવ્‍યું, સાથે ધજા ચડાવવામાં આવી, બપોરે બટૂકોની પૂજા, ભોજન કરાવ્‍યું, સાથે લંગર પ્રસાદનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બહોળી સંખ્‍યામાં દીવ જિલ્લાના ગુરુનાનકના ભક્‍તોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો. આ રીતે દીવ ખાતે ધામધૂમથી ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુષ્‍ઠ રોગ (રક્‍તપિત્ત) નાબૂદી જાગૃતિ અભિયાનનું કરાયેલું સમાપન: વર્ષ 2015ના મુકાબલે 80 ટકા રોગીઓમાં ઘટાડો થયો હોવાનું અનુમાન

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

Leave a Comment