July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: બીએપીએસના મહાન પ્રણેતા એવા મહાન સંત વિભૂતિ શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજની શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી 600 એકર જમીનમાં અને પરમ પૂજ્‍ય મહંત સ્‍વામીના આશીર્વાદથી 600 સંતો આ ભવ્‍ય આયોજનને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ શતાબ્‍દી મહોત્‍સવ તા.15 ડિસેમ્‍બર 22થી 15 જાન્‍યુઆરી 23 સુધી પ્રમુખ સ્‍વામી નગર, સ્‍વામિનારાયણ નગર, સાયન્‍સ સીટી રોડ, ઓગણજ સર્કલ સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ ખાતે યોજાશે.
આ મહોત્‍સવની ઘણી વિશેષતાઓ છે. જેમાં 6 વિશાળ કલાત્‍મક પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. 280 ફૂટ પહોળો અને 51 ફૂટ ઊંચો. અને પરમ પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્‍વર્ણિમ પ્રતિમાનાં આવનાર દરેકને સુંદર દર્શન થશે. દિલ્‍હી અક્ષર ધામની પ્રતીતિ થાય તેવું અક્ષર ધામ બનાવવામાં આવશે. તેમજ લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો, ઉપરાંત દુબઈમાં જોવા મળતો લો ગાર્ડનનો અદભૂત ભવ્‍ય નજારો નિઃશુલ્‍ક જોવા મળશે.આપનું દિલ જીતી લે તેવી બાળ નગરી બનાવવામાં આવશે. સર્વ ધર્મ સમભાવ પ્રયાગ તીર્થ, વિવિધ પ્રદર્શન ટેલેન્‍ટ શો..નું આયોજન થશે. આ મહોત્‍સવમાં મોટા 6 ડોમ તૈયાર કરવામાં આવશે. જેમાં પ્રેરણાદાયક સંવાદનો લોકો લાભ ઊઠાવી શકશે. જીવનનાં ઉચ્‍ચ મુલ્‍યો શીખવતા પ્રદર્શન નિહાળવાનો પણ લાભ મળી રહેશે. જ્‍યોતિ ઉદ્યાન પણ તૈયાર થઈ રહ્યું છે. તેમજ ખાણી પીણીના સ્‍ટોલ (પ્રેમવતી)નો પણ લાભ મળી રહેશે. યજ્ઞ મંડપ, હવન, મહિલાઓ માટે અલગથી ચર્ચા સભા યાને વિચારોના આદાન પ્રદાન માટેની વ્‍યવસ્‍થા તથા પીવાના પાણીની અને શૌચાલયની યથા યોગ્‍ય વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.
મીડિયા પત્રકાર મિત્રો માટે બેસવા તથા કામગીરી કરવા માટે અલગથી મંડપની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સ્‍વયમ્‌ સેવકો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આથી પ્રમુખ સ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ એક કાયમી સંભારણું બની રહેશે. આ મહોત્‍સવમાં દેશ વિદેશથી પણ લાભ લેવા ઘણા હરી ભક્‍તો પધારશે. સંસ્‍થા તરફથી બધાને ફેમિલી સહિત પધારવા માટે આમંત્રણ આપે છે.

Related posts

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ઘેજમાં લટકતા વીજતારની વીજ કંપની દ્વારા તાબડતોબ મરામત કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

સરીગામ કેમિકલ ઝોનમાં કેમિકલ યુક્‍ત વહેતા પાણીના જીપીસીબીએ એકત્રિત કરેલા નમૂના : ફેરેસ સલ્‍ફેટ બનાવતી કંપની શંકાના દાયરામાં

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

Leave a Comment