October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

એક મહિના બાદ પારડી પોલીસ મથકે નોંધાઈ મોપેડ ચોરીની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી ચાર રસ્‍તા નજીક જ્‍યોતિ ઓટો મોબાઈલ્‍સ નામક પેટ્રોલ પંપ ચલાવી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા અને પારડી શહેરમાં અરિહંત ટાઉનશીપમાં બિલ્‍ડીંગ સીમાં ફેલ્‍ટ નંબર 101 માં રહેતા શશીકમલ રમેશચંદ્ર શર્મા રાબેતા મુજબ ગત તા.7 ઓક્‍ટોબરના રોજ પોતાની એક્‍સેસ મોપેડ નંબર જીજે 15 ડીપી 4345 લઈને પેટ્રોલ પંપ પર ગયા હતા અને સાંજે સાડા સાતેક વાગ્‍યે પરત ઘરે આવી તેમની બિલ્‍ડીંગના પાર્કિંગમાં મોપેડ પાર્ક કરી ઘરે જમી પરવારી સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે ઉઠી પરત પેટ્રોલ પંપ પર જવા માટે પાર્કિંગમાં જતાં પાર્ક કરેલી તેમની એક્‍સેસ મોપેડ ગાયબ જણાઈ હતી. જેથી તેમણે આજુબાજુ વિસ્‍તારમાં મોપેડની શોધખોળ હાથ ધરી હતી. મોપેડની ભારે શોધખોળ કર્યા બાદ પણ મળી ન આવતા પારડી પોલીસ મથકે તા.9 નવેમ્‍બરના રોજ કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ડુપ્‍લીકેટચાવી અથવા કોઈ સાધન વડે લોક તોડી રૂા.30000 ના મત્તાની મોપેડની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘ક્રિસમસ’ની ઉજવણી થઈ

vartmanpravah

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

Leave a Comment