Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા બીચ રોડ સહિતના વિકાસ કામોનો કરેલો સર્વેઃ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા નિર્દેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સૂચિત સંઘપ્રદેશની મુલાકાતને યાદગાર અને સફળ બનાવવા માટે તેજ બનેલી પ્રશાસનિક કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સૂચિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતના પગલે પ્રશાસન નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા માટે પોતાની એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દેવકા બીચ રોડનું પ્રશાસનિક અધિકારીઓની ટીમ સાથે સર્વે કર્યો હતો. તેમણે દેવકા બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું.
સેન્‍ડી રિસોર્ટથી છપલી શેરી સુધીના બીચ રોડ તથા અન્‍ય વિકાસ કાર્યોનું સર્વે કરી નિર્માણ કાર્યમાં ગુણવત્તાની સાથે ઝડપ લાવવા માટે કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાતને અત્‍યંત સફળ અને યાદગાર બનાવવા માટે પોતાના તમામ શ્રેષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે અને મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારનીત્રુટિ કે ક્ષતિ નહીં રહી જાય તેની તકેદારી પણ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, બાંધકામ સચિવ શ્રી રવિ ધવન, બાંધકામ વિભાગના વિશેષ સચિવ શ્રી સૌરભ મિશ્રા, જાહેર બાંધકામ વિભાગના ચીફ એન્‍જિનિયર શ્રી બજરંગ વારલી સહિત અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

Leave a Comment