October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

ઉદ્યોગપતિઓ, ટ્રાન્‍સપોર્ટરો, વિશાળ મિત્રવર્તુળ અંતિમ યાત્રામાં જોડાયા 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી વસાહતમાં આવેલ પ્રણવ રાજ પેપર મિલ સંચાલક અને વ્‍યવસાયી એવા જાણીતા ઉદ્યોગ અગ્રણી જયેન્‍દ્રસિંહ પરબતસિંહ પરમારનું આજરોજ સોમવાર સવારે તેમના નિવાસ સ્‍થાને અચાનક હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારને લઈ સમગ્ર વાપી વસાહતમાં સેંકડો લોકો શોકાતુર બન્‍યા હતા.
60 વર્ષિય સ્‍વ.જયેન્‍દ્રસિંહ પરમાર ઉર્ફે બાપુના હુલામણા નામથી ઓળખાતા હતા. પેપર ઈન્‍ડસ્‍ટ્રીઝ વ્‍યવસાય તેમજ એસ્‍ટેટ બજારમાં નોંધપાત્ર કામગીરી સુવિખ્‍યાત છે. વિશાળ મિત્ર વૃંદ ધરાવતા જયેન્‍દ્રસિંહ બાપુના અચાનક નિધનથી વાપીમાં શોકજનક સમાચાર પ્રસરી ગયા છે. આજે સોમવારે સૌરભ સોસાયટી જી.આઈ.ડી.સી. ગુંજન તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમ સંસ્‍કાર યાત્રા સાંજના 5 કલાકે નિકળી દમણગંગા નદી મુક્‍તિધાન યાત્રા પહોંચી હતી. યાત્રામાં સેંકડો ઉદ્યોગપતિ, ટ્રાન્‍સપોર્ટર સાથેવિશાળ મિત્ર વર્તુળ જોડાયો હતો. વ્‍યવસાયની સાથે સાથે જયેન્‍દ્રસિંહ બાપુ અનેક સામાજીક, ધાર્મિક પ્રવૃત્તિ સાથે સદા અગ્રેસર રહેતા હતા.
——

Related posts

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેંટરમાં યોજાયેલો એન.સી.વી.ટી.ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ

vartmanpravah

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

Leave a Comment