October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મતદાન જાગૃતિ માટે વલસાડમાં શિક્ષકો દ્વારા બાઈક રેલી નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 દરમિયાન વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા.1 ડિસેમ્‍બરના રોજ મતદાન થનાર છે ત્‍યારે આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્‍વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે સંદર્ભે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ચૂંટણી – 2022ના સ્‍વીપ કાર્યક્રમ અંતર્ગત તા. 15 નવેમ્‍બર 2022ના રોજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શહેરની સી.બી. હાઈસ્‍કૂલના ગ્રાઉન્‍ડથી મામલતદારશ્રીએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, એજ્‍યુકેશન ઈન્‍સ્‍પેક્‍ટરશ્રી, બી.આર.સી. કો-ઓર્ડિનેટર તેમજ પ્રાથમિક શાળા, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો. વશિયર, સેગવી, તિથલ થઈ સર્કિટ હાઉસ પર બાઇક રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની વિવિધ સ્‍કૂલના 120 જેટલા શિક્ષક ભાઈ બહેનોએ ભાગ લઈ રેલીને સફળ બનાવી હતી.

Related posts

દમણ લાયન્‍સ ક્‍લબ દ્વારા કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલાના ગામના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્‍સિન આપવામાં આવી

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

Leave a Comment