Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

વાપી સી-ટાઈપ અને પારડી, ઉમરસાડી, કોટલાવ, દેસાઈવાડમાં રાત્રી સભાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વિધાનસભા ચૂંટણી પ્રચારનો દોર વેગ પકડી રહ્યો છે. પારડી વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વેગીલા ચૂંટણી પ્રચારનો આરંભ થઈ ચૂક્‍યો છે. બુધવારે કનુભાઈ દેસાઈની વાપી સહિત પારડી વિસ્‍તારના ગામોમાં રાત્રી ચૂંટણી પ્રચાર સભાઓ યોજાઈ હતી.
વાપી સી-ટાઈપ ખાતે બુધવારે રાત્રે હોમ પીચ ઉપર શ્રી કનુભાઈ દેસાઈની ભવ્‍ય રાત્રી ચૂંટણી સભા યોજાઈ હતી. સ્‍થાનિક અને વાપી શહેરના ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને સ્‍થાનિકોરાત્રી સભામાં ઉપસ્‍થિા રહ્યા હતા. વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વીઆઈએ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, સ્‍થાનિક ભાજપ અગ્રણી શ્રી સુભાષભાઈ પટેલ, મહિલા મોરચાના પદાધિકારીઓ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સભામાં શ્રી કનુભાઈ દેસાઈએ મતદારોમાં વધુમાં વધુ મતદાન કરી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. ત્‍યારબાદ શ્રી કનુભાઈ દેસાઈની પારડી વિસ્‍તારના ઉમરસાડી, કોટલાવ, દેસાઈવાડમાં રાત્રી સભાઓ યોજાઈ હતી. તાલુકા, જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ સ્‍થાનિક સરપંચો સહિત મોટી સંખ્‍યામાં લોકો રાત્રી સભામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ વિસ્‍તાર કનુભાઈ દેસાઈનો હોમ પીચ  હોવાથી લોકોમાં જબરજસ્‍ત પ્રતિસાદ અને ઉત્‍સાહ જોવા મળી રહ્યો હતો.

Related posts

સેલવાસ અને દમણમાં બિપરજોય વાવાઝોડાંની અસરઃ સાંજના સમયે વરસેલો વરસાદ

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ફેશ શો સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment