Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે 30મી નવેમ્‍બરના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સૂચિત કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં લોકોને ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામજનોને પંચાયતની ભૌગોલિક પરિસ્‍થિતિ મુજબ વધુમાં વધુ જળસંચય કરવા, પંચાયતમાં સ્‍થિત તળાવનું જતન અને સંવર્ધન તથા ગૌશાળા અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે નાની દમણની ભીમપોર ગૃપ ગ્રામ પંચાયતમાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) અભિયાન અંતર્ગત સરપંચ શ્રી શાંતુભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા મળી હતી. જેમાં અનેક વિકાસના કામો ઉપર મહોર મારવામાં આવી હતી અને ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના આદેશ મુજબ અગામી વર્ષ 2023-’24 માટે ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી) ગ્રામજનોની સમક્ષ રજૂ કરી તેને સર્વાનુમતે મંજૂર કરાયો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મળેલી ભીમપોર ગૃપ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જિલ્લા પંચાયત દ્વારા ભીમપોર પંચાયત વિસ્‍તાર માટે પ્રસ્‍તાવિત કામોની જાણકારી આપી હતી. તેમણે પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશની પ્રસ્‍તાવિત મુલાકાતના સંબંધમાં જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, ભીમપોર ગ્રામ પંચાયત વિસ્‍તારમાંથી વધુમાં વધુ લોકો પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહે તે પ્રકારના આયોજન ઉપર જોર આપવા પણ માર્ગદર્શન આપ્‍યું હતું.
દમણના વિકાસ ઘટક અધિકારી(બીડીઓ) શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામજનોને પંચાયતની ભૌગોલિક પરિસ્‍થિતિ મુજબ વધુમાં વધુ જળસંચય કરવા પંચાયતમાં સ્‍થિત તળાવનું જતન અને સંવર્ધન કરવા તથા ગૌશાળા અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોના કેટલાક પ્રશ્નોના ઉત્તરો પણ આપ્‍યા હતા.
ગ્રામસભામાં જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી સંદિપ તંબોલી તથા ખેતી વિભાગ, શિક્ષણ, ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ તથા અન્‍ય વિભાગોથી ઉપસ્‍થિત કર્મચારીઓ અને ગ્રામજનોને તેમના વિભાગ દ્વારા થનાર કાર્યો અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી તટસ્‍થ પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત રીતે યોજવા ચૂંટણી તંત્રની કવાયત તેજ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

એક સમયે દેશ માટે બ્‍લાઇન્‍ડ ટી-20 વર્લ્‍ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

vartmanpravah

Leave a Comment