Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં જાયન્‍ટસ ગૃપ ઓફ દીવ દ્વારા ઘણા વર્ષોથી પોતાની નિઃસ્‍વાર્થ સેવા આપી રહ્યા છે, જે અંતર્ગત આજરોજ દીવની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પડોશી રાજ્‍ય ગુજરાતના તથા દીવના ડોક્‍ટરોએ પોતાની નિઃશુલ્‍ક સેવાઓ આપી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવી, સાથે ઉપસ્‍થિત મહેમાનોનું પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ દરમિયાન ભાવનગરથી આવેલ ડોક્‍ટર હિતેન્‍દ્ર સોમાણી તથા ડો.તન્‍મય ત્રિવેદી, કોડીનારથી પધારેલ ડો.મયુર પ્રવીણ વૈશ્‍ય, સાથે ડોક્‍ટર હર્ષિદાપી વૈશ્‍ય અને ઉના થી પધારેલ ડોક્‍ટર પ્રકાશ વી. ફિચડીયા સાથે ડોક્‍ટર વિધિ. પી.ફિચડીયા એ દીવના લોકોનેસ્ત્રી રોગ નિષ્‍ણાંત હાડકાના નિષ્‍ણાંત વગેરે અનેક રોગના નિષ્‍ણાંતએ પોતાની સેવા પ્રદાન કરી હતી.
આ કેમ્‍પનો મુખ્‍ય ઉદ્દેશ દીવના લોકોને તબીબી સારવાર દીવના આંગણે ઉત્તમ તબીબી સારવાર વિનામૂલ્‍યે મળી રહે તેવો જાયન્‍સ ગ્રુપ ઓફ દીવનો પ્રયાસ છે, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જાયન્‍ટસ ગૃપના પ્રમુખ વિનયબેન શાહના માર્ગદર્શનમાં જાયન્‍ટસ ગૃપના તમામ સભ્‍યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

vartmanpravah

vartmanpravah

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

એક સમયે દેશ માટે બ્‍લાઇન્‍ડ ટી-20 વર્લ્‍ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

vartmanpravah

દમણ અદાલતે જારી કરેલો આદેશ = દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રા.પં.ના તત્‍કાલિન સરપંચ ધર્મેશ પટેલનો ખંડણીના ગુનામાં નિર્દોષ છૂટકારો

vartmanpravah

Leave a Comment