Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022 : મધ્‍યપ્રદેશમાં ભાગ લેવા વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નામાંકન માટે જિલ્લા સ્‍તરીય પસંદગીનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારત સરકાર યુવા અને ખેલ વિભાગ દ્વારા આયોજીત ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ કેઆઈવાયજી પાંચમા સંસ્‍કરણ તા. 31મી જાન્‍યુઆરી થી 11મી ફેબ્રુઆરી 2023સુધી મધ્‍યપ્રદેશમાં આયોજીત થનાર છે, જેમા 27 રમત વિષયમાં છોકરા અને છોકરીઓ માટે અંડર-19 વર્ગની હરીફાઈમાં સામેલ છે, જે સંદર્ભે સંઘપ્રદેશ પ્રશાસનના ખેલ અને યુવા વિભાગ ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સમાં ભાગ લેવા માટેવાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નોંધણી માટે જીલ્લા સ્‍તરીય પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ જેમા ખેલાડીઓએ પણ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. 09 ડિસેમ્‍બરે દમણમાં યુટી લેવલની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં જિલ્લા સ્‍તર પર પસંદ પામેલ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે. આ પસંદગી પ્રક્રિયામાં તીરંદાજી, એથ્‍લેટિક્‍સ, બેડમિંટન, ટેબલ ટેનિસ, બોક્‍સિંગ, ટેનિસ આ રમતના ખેલાડીઓ ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સમાં ભાગ લેવા માટે વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નોંધણી માટે પસંદગી કરવામાં આવશે.

Related posts

વલસાડ લીલાપોર-સરોધી પુલ પાણીમાં ગરકાવ : જીવના જોખમે રાહદારી-વાહન ચાલકો પુલ ક્રોસ કરે છે

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

દાનહમાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

Leave a Comment