September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા ડાયાબિટીસ ચેકઅપ અને અવેરનેસ સપ્તાહનું થયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.07: લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા અવાનવાર મેડિકલ કેમ્‍પ તથા અન્‍ય સેવાકીય પ્રવૃત્તિઓ કરી છેવાડાના વ્‍યક્‍તિઓને આવી પ્રવૃત્તિનો લાભ મળે એવા પ્રયત્‍નો કરી રહી છે.
લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લે કિલ્લા પારડી સ્‍થિત કોમ્‍યુનિટી હેલ્‍થ સેન્‍ટર અને રેફરલ હોસ્‍પિટલના સહયોગથી એક ડાયાબિટીસ તથા અવેરનેસ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં 3300 વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
તારીખ 21 થી 28 નવેમ્‍બર દરમ્‍યાન યોજાયેલ આ કેમ્‍પમાં રેફરલ હિસ્‍પિટલના ડો.વીરેન્‍દ્ર ગરાઈ, ડો.સરિતા હાંડા તેમજ હોસ્‍પિટલના સ્‍ટાફે સેવાઓ આપી હતી.
લાયન્‍સ ક્‍લબ પારડી પર્લના પ્રેસિડેન્‍ટ લા.મોહમ્‍મદ નલવાલા, ઉપરાંત ડિસ્‍ટ્રીકટ કેબિનેટ સેક્રેટરી લા.પ્રેમલસિંહ ચૌહાણ, સેક્રેટરી લા.પ્રેરણા પટેલ, ટ્રેઝરર લા.ભરતભાઈ ડી.દેસાઈ, ઉપરાંત લા.શરદ દેસાઈ, લા.સમીર પી. દેસાઈ, લા.કેજરભાઈમુસાની, લા.બળવંત પટેલ, લા.શાંતિલાલ પટેલ, લા.પિંકેશ પટેલ, લા.ડો.નીતિન પટેલ, લા.ડો.કેવિન મોદી વગેરે સભ્‍યો હાજર રહી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.
આ પ્રસંગે ડિસ્‍ટ્રીકટ ચેરપરસન લા.નામ્‍બિ યાર તરફથી લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ ને રૂપિયા 5000 નું રોકડ અનુદાન આપવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર મુસાફરો ભરેલો ટેમ્‍પો પલટી મારી ગયો : મુસાફરોને નાની મોટી ઈજા

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment