December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

આ મતદારોએ એક પણ ઉમેદવારોને સ્‍વિકાર્યા નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અને મતદાનની ગણતરી ગઈકાલે ગુરુવારે પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના મતદારોએ તમામ ભાજપના પાંચેય ઉમેદવારોની ભવ્‍ય જીત થઈ નવા ઈતિહાસ પણ વર્તમાન ચૂંટણીમાં લખાઈ ચૂક્‍યા છે. પરંતુ એક વસ્‍તુ સ્‍થિતિ અલગ ઉભરી આવી છે. એ એ છે કે જિલ્લામાં મતદાન કરી ચુકેલા મતદારો પૈકી 16112 મતદારોએ એખપણ ઉમેદવારને નહિ સ્‍વિકારી તેમનો મત નોટાને આપ્‍યો છે. આ પણ તંદુરસ્‍ત લોકશાહીની નિશાની જ ગણાવી રહી.
ચૂંટણીપંચ અને ભારતના બંધારણ એ તમામ યુક્‍ત નાગરિકોને મતદાન કરવાનો ચૂંટણી લડવાના સ્‍વાયત્ત હક્ક આપ્‍યા છે તે મુંજબ ચૂંટણીમાં ખાસ અંતિમ બટન નોટાનું હોય છે. આ બટન દબાવો એટલે તમારો મત કોઈ પણ ઉમેદવારમાં નહી પડે, મતદારો નોટા બટન દબાવી તેમની નામરજી-નારાજગી સ્‍પષ્‍ટ પ્રગટ કરી શકે છે. લોકશાહીની આ પારદર્શિતા અને તંદુરસ્‍ત લોકશાહીની નિશાની છે. વલસાડ જિલ્લામાં પાંચ બેઠકોમાં 16112 મતો નોટામાં પડયા છે તે પૈકી ઉમરગામમાં 2772, કપરાડા 4020, પારડીમાં 2316, વલસાડમાં 2815 અને ધરમપુરમાં સૌથી વધુ 4189 મત ઈ.વી.એમ.માં નોટામાં કેદ થયા હતા.

Related posts

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્‍પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment