Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલી પોલીસ વિભાગને આધુનિક બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ દાનહ દીવ શ્રી મિલિંદ મહાદેવ ડુમ્‍બેરેના દિશાનિર્દેશ અનુસાર પોલીસ હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે એસ.પી. શ્રી રાજેદ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન સહિત પોલીસ ઓફિસરોની હાજરીમાં ઈ-માલખાના પરિયોજના શરૂ કરવામાં આવ્‍યું હતું.
આ ઈ-માલખાનાથી વિવિધ કેસોને લગતી વસ્‍તુ, પુરાવા વગેરેને પધ્‍ધતિસર સંગ્રહ કરવા, પધ્‍ધતિસર કોડિંગ કરવા માટે ઈ-માલખાના સિસ્‍ટમ ઉપયોગી થશે. આ સિસ્‍ટમના કારણે પોલીસ વિભાગ પોતાના સંસાધનોનું વ્‍યવસ્‍થાપન અસરકારક રીતે કરી શકશે જેથી સમયનો પણ બચાવ થશે. આ સિસ્‍ટમથી કેસને લાગતી વસ્‍તુનું વ્‍યવસ્‍થિત ગોઠવણીમાં પણ મદદ મળશે. હાલમાં આ સિસ્‍ટમ સેલવાસ અને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં શરૂ કરવામાં આવી છે.

Related posts

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

Leave a Comment