Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં શાળા-કોલેજ અને અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓની આજુબાજુ કે નજીકમાં આરોગ્‍ય માટે હાનિકારક સિગરેટ ગુટખા પાન મસાલા બીડી વગેરે તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચાતી તથા વપરાશકરાતો હોવાની જાણકારી જિલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને માહિતી મળતાં તેમણે તાત્‍કાલિક સીઆરપીસી 144 અંતર્ગત અધિકારોનો ઉપયોગ કરતા પ્રદેશની દરેક શૈક્ષણિક સંસ્‍થાઓના 100મીટરની આજુબાજુના વિસ્‍તારમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા ઉપર પ્રતિબંધ લગાવ્‍યો છે. જે 60 દિવસ માટે એટલે કે 31 જાન્‍યુઆરી 2023 સુધી લાગુ રહેશે. આ આદેશની અવહેલના કરનાર વ્‍યક્‍તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

લક્ષદ્વીપની અઢી વર્ષમાં શાન અને સૂરત બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની ઔર એક સિદ્ધિઃ ટી.બી.ઉન્‍મૂલનની દિશામાં કરેલી મહત્‍વપૂર્ણ પ્રગતિ સર્વશ્રેષ્‍ઠ કાર્યો માટે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment