Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઓવરબ્રિજ નવિન કામગીરીમાં ફાટકથી લાઈટ વ્‍હિકલની સાથે મેઈન્‍ટેનન્‍સ માટે એસ.ટી.ને જવાની મંજુરીની માંગ

વલસાડ-વાપી એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: આગામી સમયે વાપી રેલવે ફલાય ઓવરબ્રીજ તોડીને નવિન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થનાર છે તે પૂર્વે કલેક્‍ટર દ્વારા જાહેર વાંધા-સુચન મંગાવાયા હતા તે સંદર્ભે વાપી-વલસાડ એસ.ટી. બસને પણ અવર-જવર માટે મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખભાઈ પટેલની આગેવાની હેઠળ અપાયેલ આવેદન-વાંધા સુચન અંતર્ગત જ્‍યારે નવા પુલની કામગીરી દરમિયાનટ્રાફિકની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા માટે નવિન ફાટક એસ.ટી. ડેપોની સામે કાર્યરત કરવાનું છે તેમાં એવી જોગવાઈ કરાઈ છે કે આ ફાટકથી માત્ર લાઈટ વ્‍હિકલ અવર-જવર કરી શકશે. તો બીજી તરફ એસ.ટી. ડેપોનું સ્‍થળાંતર પણ હાઈવે ઉપર થનાર છે ત્‍યારે બસોના મેઈન્‍ટેનન્‍સ માટે વર્કશોપ હાલના ડેપોમાં કાર્યરત છે. સુચિત નવા ડેપોમાં એ સુવિધા નહી હોય તેથી મેઈન્‍ટેનન્‍સ માટેની એસ.ટી. બસોને લાઈટ વ્‍હિકલની સાથે સાથે ડેપો વર્કશોપ સુધી અવર-જવર કરવી જરૂરી હોવાની એસ.ટી. કર્મચારી મંડળે રજૂઆત કલેક્‍ટરને કરી છે. જો આ વ્‍યવસ્‍થા નહી થાય તો આગામી સમયે એસ.ટી. બસ સેવા પ્રભાવિત બની શકે છે તેવુ આવેદનપત્રમાં જણાવાયું છે.

Related posts

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

vartmanpravah

સેલવાસના મસાટથી બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદ ગુમ

vartmanpravah

દમણમાં યોજાયેલી મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાયકલ રેસ ઈવેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment