Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અસામાજિક તત્‍વો અને ગુંડાગીર્દી સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

  • સેલવાસમાં મારબલ ઉદ્યોગોને મારબલ સ્‍લરી ડમ્‍પ કરવાના સંદર્ભે નોટિસ આપી કાનૂની પરિણામના બહાને રૂા.5 લાખ રોકડા લેતાં ઝડપાયેલા તથા બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં જમીનનું વળતર અપાવવાના બહાને ખેડૂતો સાથે છેતરપીંડી કરવાના આરોપી (1)વિશાલ કનૈયાલાલ શ્રીમાળી (2)અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ અને (3)પૃથ્‍વીસિંહ રાઠોડ સહિત એક અન્‍ય ઉત્તમ વજીર પટેલની કરાયેલી પાસા એક્‍ટ હેઠળ ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 15: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગેરકાયદે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા આરોપીઓ પ્રત્‍યે રાખવામાં આવેલી ઝીરો ટોલરન્‍સની નીતિના કારણે પ્રદેશમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ પાસેથી થતી ખંડણીની વસૂલી તથા ગરીબ આદિવાસીઓની જમીનોની હડપ કરવાની પ્રવૃત્તિ અને ગુંડાગીર્દીમાં અંકુશ આવ્‍યો છે. આજે દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને વિવિધ ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ 4 જેટલા શખ્‍સોને પાસાના કાયદા હેઠળ જેલમાં ધકેલવાનો આદેશ કરતા ફરી એકવાર અસામાજિક તત્‍વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
પ્રાપ્તમાહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ઘણાં ભયંકર ફોજદારી ગુનામાં સામેલ એવા (1)ઉત્તમ વજીર પટેલ (રહે. આમલી મંદિર ફળિયા) (2)એડવોકેટ વિશાલ કનૈયાલાલ શ્રીમાળી (3)અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ (રહે. નરોલી) અને (4)પૃથ્‍વીસિંહ અશોકસિંહ રાઠોડ (રહે.નરોલી) સામે પાસા એક્‍ટ હેઠળ કાર્યવાહી કરી સેલવાસ જેલમાં મોકલી આપવામાં આવ્‍યા છે.
અત્રે નોંધનીય છે કે, એડવોકેટ વિશાલ કનૈયાલાલ શ્રીમાળી, અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ અને પૃથ્‍વીસિંહ રાઠોડે કેટલાક મારબલ ઉદ્યોગોને મારબલ સ્‍લરી ડમ્‍પ કરવાના સંદર્ભે નોટિસ આપી કાનૂની પરિણામના બહાને પૈસાની માંગણી કરી રૂા.5 લાખ રોકડા લેતાં ઝડપાતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્‍યારબાદ દાનહમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્‍ટમાં જમીનનું વળતર અપાવવાના નામે આ ત્રિપૂટીએ લાખોની છેતરપીંડી કરવાની હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.
દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને ચારેય શખ્‍સોને પાસામાં ધકેલી દાનહમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં જમીનનું વળતર અપાવવાના નામે છેતરપીંડી કરનારા અન્‍ય ઈસમો સામે પણ લાલ બત્તી ધરી છે અને પોલીસ પ્રશાસન વધુ તપાસ કરશે તો આ પ્રકરણમાં ઘણાં ભેદ ઉકેલાવાની પણ સંભાવના છે.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સેલવાસમાં 175 મીટરના તિરંગા સાથે પદયાત્રા યોજાઈ

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

Leave a Comment