October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

નિવૃત્ત થયેલા મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર ડો. વી.કે.દાસને કન્‍સલ્‍ટન્‍ટ તરીકે નિયુક્‍ત કરાયા બાદ ડાયરેક્‍ટર પદ ઉપર આઈએએસ અધિકારીની કરાયેલી વરણી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે 2016 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અસકર અલીને વધારાનો હવાલો પ્રદેશના પ્રશાસકશ્રીએ સુપ્રત કર્યો છે. શ્રી અસકર અલી હાલમાં પ્રદેશના લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના સચિવ સહ આયુક્‍ત તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર ડો. વી.કે.દાસની નિવૃત્તિ બાદ તેમને પ્રદેશના મેડિકલ અને હેલ્‍થસર્વિસિસના કન્‍સલ્‍ટન્‍ટ તરીકે કરાયેલી નિમણૂક બાદ આ પદ ખાલી હતું. હવે સંઘપ્રદેશને એક આઈ.એ.એસ. ડાયરેક્‍ટર મળતાં આરોગ્‍ય સેવા વધુ લોકાભિમુખ બનશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

vartmanpravah

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

vartmanpravah

Leave a Comment