January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

  • પ્રશાસન અને ભારત સરકારની વિવિધ યોજનાઓ માટે જરૂરી ઓનલાઈન અરજી સહિતની પ્રક્રિયા પણ અટલ જન સેવા કેન્‍દ્રમાં પૂર્ણ કરાશે

  • અટલ જન સેવા કેન્‍દ્ર પ્રદેશના નાગરિકો, સંગઠન અને પ્રશાસન વચ્‍ચે એક કડી તરીકે કામ કરશે : પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. અટલ બિહારી વાજપેયીની જન્‍મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસના ઉપક્રમે દાદરા નગરહવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન કાર્યાલય ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો શુભારંભ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કરાવ્‍યો હતો. જેમાં અટલ જન સેવા કેન્‍દ્રના સંયોજક અને પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાન સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે અટલ જન સેવા કેન્‍દ્રના આરંભનો હેતુ સમજાવતાં જણાવ્‍યું હતું કે, અટલ જન સેવા કેન્‍દ્ર પ્રદેશના નાગરિકો, સંગઠન અને પ્રશાસન વચ્‍ચે એક કડી તરીકે કામ કરશે. આ અટલ જન સેવા કેન્‍દ્રમાં દરેકને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળશે અને લાભાર્થીઓને તેમને અનુરૂપ યોજનાની ઓનલાઈન નોંધણી માટે પણ આ સેવા કેન્‍દ્ર મદદરૂપ બનશે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, દેશના લોક લાડીલા સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ ત્‍યારે સેવા હી સંગઠનના મર્મને પણ જમીની સ્‍તરે ઉતારવા જન સેવા કેન્‍દ્ર સહાયરૂપ બનશે. તેમણે જણાવ્‍યું હતું કે, ભાજપ હંમેશા અંત્‍યોદયની વિચારધારાને અનુસરી સમાજની છેલ્લી હરોળમાંછેલ્લા સ્‍થાને બેઠેલી વ્‍યક્‍તિની ચિંતા કરે છે. તેથી હવે અટલ જન સેવા કેન્‍દ્રના માધ્‍યમથી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા ભાજપના કાર્યકરો પણ જોડાશે.
આજે અટલ જન સેવા કેન્‍દ્રના આરંભ સાથે કુલ 55 અરજીઓ આવી હતી. જે પૈકી 44 રોજગાર સંબંધી અને અન્‍ય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતા વગેરે સંબંધિત હતી.
અટલ જન સેવા કેન્‍દ્રના આરંભથી ખાસ કરીને દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી સમુદાયને ખુબ લાભ પહોંચશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

vartmanpravah

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી હાઈવે શાંતિ કોમ્‍પલેક્ષ સ્‍થિત ડેવલોપરની ઓફિસમાં ફાયરીંગ : જમીનના મામલામાં ઘટના ઘટી

vartmanpravah

Leave a Comment