Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ભારત સ્‍કાઉટ ગાઈડની ટીમ રાજસ્‍થાનના પાલીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના ઉપાધ્‍યક્ષ ડો. અપૂર્વ શર્માએ ગલોન્‍ડાના 8 સ્‍કાઉટ ગાઈડને 18મી રાષ્ટ્રીય જમ્‍બુરીમાં સામેલ થવા પર દરેક સ્‍કાઉટ ગાઈડ અને લીડર્સને શુભકામના આપી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી શ્રી જયેશ ભંડારીએ જણાવ્‍યું હતું કે દાનહ અને દમણ-દીવના કુલ 50 સભ્‍યો 4થી જાન્‍યુઆરીથી 10 જાન્‍યુઆરી, 2023 સુધી પાલી-રાજસ્‍થાન ખાતે યાોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ સફળતા મેળવશે. જેમાંમાર્ચપાસ્‍ટ, કલર પાર્ટી, ફૂડ પ્‍લાઝા, ટેન્‍ટ બનાવવા, ગેજેટ બનાવવા, પ્રદર્શની, પીજન શો અને સાંસ્‍કૃતિક સ્‍પર્ધામાં ભાગ લેશે.
રાજસ્‍થાનના પાલી ખાતે રવાના થનારા સ્‍કાઉટોને દાનહના ઉપ કલેક્‍ટર અને સ્‍કાઉટ અધ્‍યક્ષ સુશ્રી ચાર્મી પારેખે મળી શુભકામના આપી હતી અને પ્રદેશનું નામ રોશન કરવા પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્‍યોમાંથી અને 7 વિદેશોમાંથી આવેલ કુલ 35 હજાર સ્‍કાઉટ ગાઈડ સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. જેમાં દરેક પોતપોતાના પ્રદેશની વેશભૂષા, ખાનપાન, પ્રદર્શની કલાકૃતિ અને સંસ્‍કૃતિનું અદાન-પ્રદાન કરશે. આ શિબિરનું સંચાલન અને નેતૃત્‍વ દાનહ સ્‍કાઉટ ગાઈડના સચિવ શર્મિષ્‍ઠા દેસાઈ, સેલવાસ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી આલોકકુમાર ઝા, ગાઈડ રૂબીના સૈયદ, દીવ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી વૈભવ સિંહ, જિલ્લા પંચાયત ગલોન્‍ડા સ્‍કાઉટ માસ્‍ટર શ્રી નેહલ કિયારા, શ્રી અજય હરિજન રલેવમ અને અંજલિ સેન કરશે.

Related posts

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં સાંસ્‍કૃતિક, કોલેજ ડે અને વાર્ષિક રમતગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

ઉમરગામ પાલિકાના લાપરવહી કારભારના પરિણામે વધેલુ પ્રદૂષણ

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

Leave a Comment