October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

357મા પ્રકાશ વર્ષની ત્રિદિવસીય ઉજવણીમાં સવાર-સાંજ કિર્તન પ્રવાહ અને લંગરનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી સેલવાસ રોડ સ્‍થિત ગુરુદ્વારામાં ગુરુદ્વારા સમિતિ દ્વારા 357મા પ્રકાશ પર્વની ઉજવણીનો આજે મંગળવારે શુભારંભ કરાયો હતો. આ ઉજવણી તા.3, 4, 5 જાન્‍યુઆરી સુધી એમ ત્રિદિવસીય ચાલનારી છે.
ગુરુગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ગુરુગોવિંદજીના 357મા પ્રકાશ વર્ષની ઉજવણીનું આયોજન વાપી ગુરુદ્વારામાં કરવામાં આવ્‍યું છે. આ પર્વની બે ખુશી સાથે ઉજવણી થશે. 25 વર્ષ પહેલા નાના ગુરુદ્વારાની સ્‍થાપના કરાઈ હતી. વાપી સહિત વલસાડ જિલ્લા અને દમણ-સેલવાસની સંગતના અપુર્વ યોગદાન થકી ઈનોવેટ કરી ભવ્‍ય ગુરુદ્વારા (ગુરુઘર) બનાવાયું છે તેની લોકાર્પણ વેળા પણ આ ઉજવણીમાં સાંકળી લેવાઈ છે. ગ્રંથ સાહેબના આશીર્વાદ સાથે ત્રણ દિવસ ભજન-કિર્તન સવાર-સાંજ લંગરનું ભવ્‍ય આયોજન કરાયું છે તે માટે વિવિધ ગુરુવાણીના રાગી પધારેલા છે. તેઓ સવાર-સાંજ ભજન કિર્તન કરાવશે. કોઈપણ ભેદભાવ વગર સમાજના તમામ વર્ગને લંગર સહિત ભજન કિર્તનનો ત્રણ દિવસ લાભ લેવા જાહેર આમંત્રણ સમિતિ દ્વારા પાઠવાયું છે.

Related posts

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment