Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.04 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાપ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ન.પા. ચીફ ઓફિસરશ્રીના નેતૃત્‍વમાં સેલવાસ પાલિકા ડેંગ્‍યુ અને મેલેરિયા જેવી બીમારીઓને રોકવા માટે ફોગીંગ, પ્રજનન સ્‍થળ નિર્મૂલન અને દવાનો છંટકાવ કરવા જેવી પ્રવૃત્તિ પાલિકા વિસ્‍તારમાં કરી રહી છે.

  સેલવાસ વિસ્‍તારમાં ઓગસ્‍ટમાં 22, સપ્‍ટેમ્‍બરમાં 100, ઓક્‍ટોબરમાં 80 અને નવેમ્‍બરમા 56 ડેંગ્‍યુના કેસો જોવા મળ્‍યા હતા અને વર્ષ 2022માં મેલેરિયાના 8 કેસો નોંધાયા હતા. નગરપાલિકા દ્વારા ડેંગ્‍યુ-મલેરિયાને અટકાવવાના પ્રયાસના કારણે ડિસેમ્‍બરમાં ડેંગ્‍યુના ફક્‍ત 3 કેસ અને મલેરિયાનો એક પણ કેસ નોંધાવા પામ્‍યો નથી. સેલવાસ પાલિકાના ધ્‍યાનમાં આવેલ કે સોસાયટી અને દુકાનદારો દ્વારા પોતાની સોસાયટીમાં અથવા દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને ડેંગ્‍યુ-મલેરિયા જેવી બીમારીઓને ફેલાવનાર મચ્‍છરોની સંખ્‍યામાં વૃદ્ધિ થતી હતી અને તેનાથી બીમારી ફેલાય છે. તેથી સેલવાસ પાલિકા દ્વારા શહેરીજનોને સલાહ આપવામાં આવે છે કે, પોતાની સોસાયટીઓમાં અથવા દુકાનો પાસે કચરો ન ફેંકે અને પાણીનો જમાવડો નહીં થવા દે. ઘરમાં રાખવામાં આવેલ ફુલદાની, કૂલર ફ્રિજ કે અન્‍ય જગ્‍યા ઉપર પણ પાણી જમા થવા દેવું નહીં.

Related posts

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

વાપીની વતનની અદાવતમાં ચાર રસ્‍તા હાઈવે હોટલ સામે કુહાડીના ઘા કરી યુવાનની ઢીમ ઢાળી દીધું

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

Leave a Comment