September 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.૦૬: સંઘપ્રદેશમાં તંબાકુ નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે દરેક વિભાગ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, ઍક્સાઈઝ, પંચાયત અને નગરપાલિકા સંયુક્ત પ્રયાસરત થયા છે. ત્યારે આજે દાદરા નગર હવેલીના રખોલી પંચાયતના મîત્રી અને પંચાયત સ્ટાફ દ્વારા વિસ્તારના વિવિધ પાનના લારી-ગલ્લા અને હોલસેલની પાન-મસાલાની દુકાનો ઉપર રેડી પાડી તપાસ કરતા અંદાજીત ૩૦કિલો જેટલો તîબાકુ અને ગુટકાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પંચાયતે ઝડપી પાડેલ તંબાકુ અને ગુટકાના જથ્થાનો નાશ કરી દીધો હતો અને રખોલી પંચાયત દ્વારા પંચાયત વિસ્તારના લોકોને તમાકુ મુક્ત કરવા માટેની ઝુંબેશ ચલાવી તેમાં સાથ-સહકાર આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી. આ ઝુંબેશમાં થોડાઅંશે કામયાબી પણ મળી છે અને આગળ પણ પંચાયતના મંત્રી અને પîચાયત સ્ટાફ દ્વારા લોકોના આરોગ્યના ભલા માટે તંબાકુ મુક્ત કરવા માટેની ઝુંબેશ અવિરત ચલાવવામાં આવનાર હોવાની ગ્રામજનોને માહિતી આપી હતી.

Related posts

વાપી મોરાઈ ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈ દેસાઈની સભા યોજાઈ : ટ્રાન્‍સપોર્ટ નગર વાપીને મળશે તેવી ઘોષણા

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

ધરમપુરમાં ‘યુવા શક્‍તિ સંગઠન ભવાડા’ દ્વારા યોજાયેલ પ્રથમ રક્‍તદાન શિબિર યોજાઈમાં 35 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

Leave a Comment