September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

કામગીરીમાં અવરોધ થતા પાલિકાએ પોલીસ બંદોબસ્‍ત હેઠળ કામ શરૂ કરી દીધું : અંતે શનિવારે ડી.એલ.આઈ. વિભાગે માપણી પૂર્ણ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08 : વાપી નગરપાલિકાનો મહત્‍વાકાંક્ષી સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ નામધા વિસ્‍તારમાં શરૂ થવા જઈ રહ્યો હતો ત્‍યાં સ્‍થાનિકો અને રાજકીય આગેવાનોએ શુક્રવારે ભારે વિરોધ કર્યો હતો તેથી પોલીસ બંદોબસ્‍ત રાખવો પડયો હતો. વિરોધના સૂર વધુ વકરે તે પહેલાં જ શનિવારે વલસાડ ડી.એલ.આઈ. વિભાગી સુચિત પ્રોજેક્‍ટની માપણી પૂર્ણ કરી દીધી હતી.
જી.યુ.ડી.સી. દ્વારા વાપી માટે બે એમ.એલ.ડી. સુએઝ પ્‍લાન્‍ટ જે તે ટાઈમે મંજુરી આપી દીધીહતી. પૂર્વ પાલિકા પ્રમુખ હાર્દિક શાહએ આ સુએઝ પ્‍લાન્‍ટ માટે સારી એવી જહેમત પણ ઉઠાવી હતી. હવે તેને કાર્યરત કરવાના શ્રી ગણેશ કર્યા ત્‍યારે સ્‍થાનિકો અને કેટલાક સ્‍વાર્થી રાજકારણી આડા ફાટતા શુક્રવારે ભારે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્‍ત હેઠળ સુચિત કામગીરીની મુખ્‍ય બાબત શનિવારે માપણીની કામગીરી વલસાડ ડી.એસ.આઈ. વિભાગે પુરી કરી દીધી હતી.

Related posts

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

પારડીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

vartmanpravah

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

vartmanpravah

Leave a Comment