June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલીના નરોલી ગામે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામા આવ્‍યો છે. વ્‍યાસપીઠ ઉપરથી પરમ પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્‍ય પૂ.શ્રી હરેશભાઈ ભોગાયતાની ઓજસ્‍વી વાણી દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવશે. આજે રવિવારના રોજ બપોરે અઢી વાગ્‍યે શ્રી ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણના નિવાસસ્‍થાનેથી ભવ્‍ય પોથીયાત્રા નીકળી હતી અને આ પોથીયાત્રા બાલેશ્વર મહાદેવ મંદિર જ્ઞાનયજ્ઞ સ્‍થળે પહોંચી હતી. આ જ્ઞાનયજ્ઞમાં વામન અવતાર, શ્રી રામ જન્‍મ, શ્રી કૃષ્‍ણ જન્‍મ, ગોવર્ધન લીલા, રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો પ્રસ્‍તુત કરાશે. કથાનો સમય બપોરે 3:00વાગ્‍યાથી સાંજે 6:00વાગ્‍યાનો છે. કથા વિરામ 14 જાન્‍યુઆરી શનિવારના દિવસે કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી હરિહર ભાગવત સેવા સમિતિ નરોલી દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

Related posts

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ મેડિકલ એજ્‍યુકેશન વિભાગ દ્વારા યોજાયો ‘સમર્પણ’ કાર્યક્રમ

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment