Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની વહીવટમાં ભ્રષ્‍ટાચારની નો ટોલરન્‍સ નીતિનો પડઘો
  • સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા સામે થઈ હતી અનેક ગંભીર ફરિયાદોઃ સરકારી જમીનના ફેબ્રિકેટેડ દસ્‍તાવેજો બનાવી લેન્‍ડ ડેવલપરોને પાણીના ભાવે વેચી હોવાની પુરાવા સાથેની રજૂઆતો પણ તંત્રને કરાઈ હતી
ટી.એસ.શર્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલીના સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર તથા તત્‍કાલિન ખાનવેલના મામલતદાર બ્રિજેશ ભંડારીને સેન્‍ટ્રલ સિવિલ સર્વિસ(ક્‍લાસિફિકેશન, કન્‍ટ્રોલ અને અપીલ) રૂલ્‍સ 1965ના રૂલ 10ના સબ રૂલ(1) અંતર્ગત તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ સંઘપ્રદેશના નાણાં સચિવ અને ડિસિપ્‍લીનરી ઓથોરિટી શ્રી ગૌરવ સિંહ રાજાવતે કરતા નીતિ-નિયમો વિરૂદ્ધ કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના મામલતદાર ટી.એસ.શર્માની મામલતદાર તરીકેની નિયુક્‍તિથી લઈ તેમના કામકાજની બાબતમાં અનેક ફરિયાદો ઉઠી હતી. તેમણે સરકારી જમીનોના ફેબ્રીકેટેડ દસ્‍તાવેજોથી સોનાના ટૂકડા જેવી જમીન પાણીના ભાવે ડેવલપરોને આપીદીધી હતી. જેના સંદર્ભમાં અનેક ફરિયાદો પણ ઉચ્‍ચ સ્‍તરે થઈ હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ વહીવટમાં ભ્રષ્‍ટાચારના મુદ્દે નો ટોલરન્‍સ નીતિ ધરાવે છે અને હંમેશા પ્રમાણિકતાના આગ્રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસનની ડિસિપ્‍લીનરી ઓથોરીટિએ સંપૂર્ણ ચિંતન કર્યા બાદ સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર તથા તત્‍કાલિન ખાનવેલના મામલતદાર બ્રિજેશ ભંડારી કસૂરવાર દેખાતા આજે તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ ડિસિપ્‍લીનરી ઓથોરીટિ શ્રી ગૌરવ સિંહ રાજાવતે જારી કર્યો હતો.

Related posts

ભાડા કરાર વિના ઘરો કે ચાલીમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન : વલસાડ પોલીસે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું

vartmanpravah

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્‍યતા

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment