Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દાભેલ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગત 16મી જાન્‍યુઆરીના રોજ શાળાના શિક્ષક શ્રી કિરીટભાઈની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત પોસ્‍ટર બનાવવા માટેની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પોસ્‍ટર બનાવવાની સ્‍પર્ધામાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો.
અત્રે યાદ રહે કે, ભારતમાં દર વર્ષે વિવિધ પ્રકારના નશા કરવાના કારણે કેટલાક પરિવાર બરબાદ થઈ જાય છે. નશામાં કેટલીય દુર્ઘટનાઓ સર્જાય છે. એવામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાનને સમગ્ર ભારત દેશમાં ચલાવવા માટેની એક અપીલ કરવામાં આવી છે.
દાભેલની સરકારી પ્રાથમિક શાળામાં યોજાયેલ પોસ્‍ટર બનાવવાની સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓએ પ્રેરણારૂપ પોસ્‍ટરો બનાવ્‍યા હતા. આ ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત પોસ્‍ટર સ્‍પર્ધામાં તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોએ સંપૂર્ણ સહયોગ પુરો પાડયો હતો અને તેઓનો હોંશલો બુલંદ કર્યો હતો.
સમગ્ર સ્‍પર્ધાને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા શ્રીમતી ઈન્‍દિરાબેનના માર્ગદર્શનમાં શિક્ષકો શ્રીમતી ભારતીબેન, શ્રી જગદીશભાઈ, શ્રીમતી બિનાબેન, શ્રીમતી જોશનાબેનનો પણમહત્ત્વનો સહયોગ મળ્‍યો હતો.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

Leave a Comment