July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

  • પ્રદેશ ભાજપે સરપંચ પદ માટે શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવારની દાવેદારી કરાવી મહિલા સશક્‍તિકરણની દિશામાં કરેલી આવકારદાયક પહેલ

  • દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં હવે 14 પૈકી 9 મહિલા સરપંચોનું પ્રતિનિધિત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચની યોજાઈ રહેલી પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર શ્રીમતી ઉર્વશીબેન પટેલની એક માત્ર દાવેદારી થતાં તેમનોબિન હરિફ વિજય નિશ્ચિત બન્‍યો છે. આવતી કાલે ઉમેદવારી પત્રકની ચકાસણી બાદ સોમવારે સત્તાવાર રીતે પ્રશાસન દ્વારા શ્રીમતી ઉર્વશીબેન પટેલને વિજેતા ઘોષિત કરાશે.
અત્રે યાદ રહે કે, આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશ પટેલે રાજીનામું આપતાં ખાલી પડેલી આ બેઠક માટે પ્રદેશ ભાજપે એક શિક્ષિત અને નવયુવાન મહિલાને દાવેદારી કરાવી મહિલા સશક્‍તિકરણની દિશામાં એક આવકારદાયક પહેલ કરી છે. હવે દમણ જિલ્લાની 14 ગ્રામ પંચાયતો પૈકી 9(નવ)માં મહિલા સરપંચો પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે.

Related posts

દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્‍ડસ્‍કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

vartmanpravah

ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

Leave a Comment