December 20, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલીમાં વસંતપંચમીની તૈયારી માટે કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આવનાર 26મી જાન્‍યુઆરીએ વસંત પંચમી છે. આ દિવસે સરસ્‍વતી પૂજા કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સરસ્‍વતી પૂજા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે, જ્‍યારે છ ઋતુઓમાંથી વસંતઋતુ સૌથી મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. વસંતઋતુમાં ફૂલો આવે છે અને ખેતરોમાં પણ અનેક પ્રકારના પાક ખીલવા લાગે છે. સાથોસાથ પતંગિયાઓ પણ પાક ઉપર મંડરાતા જોવા મળે છે. વસંતપંચમી વસંતઋતુના મહિનાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસને સરસ્‍વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવેછે. સરસ્‍વતી પૂજાનો પાવન ઉત્‍સવ માઘ મહિનાના શુક્‍લ પક્ષે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્‍વતીનો જન્‍મદિવસ વસંત પંચમીના દિવસે આવે છે.
આ તહેવાર પર ખાસ દેવી સરસ્‍વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્‍વતીને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે સરસ્‍વતીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્‍યક્‍તિ સરસ્‍વતી માતાની પૂજા કરે છે અને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના આશીર્વાદ માંગે છે.
સરસ્‍વતી પૂજા નિમિત્તે સેલવાસમાં આમલી વિસ્‍તારમાં મૂર્તિના કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મૂર્તિ બનાવવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવ્‍યો હતો. આ મૂર્તિઓ સંપૂર્ણ રીતે પર્યાવરણ ફ્રેન્‍ડલી બનાવવામાં આવી રહી છે.

Related posts

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા વિધાનસભા મત વિસ્‍તાર ભાજપનો નૂતન વર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

કુવૈતમાં યોજાયેલ એશિયન યુથ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશીપમાં બે સિલ્‍વર મેડલ જીતવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્‍મદને રૂા.10 લાખ અને કોચને રૂા.2.5 લાખના ઈનામની કરેલી જાહેરાત

vartmanpravah

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment