January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ ઓનલાઇન ફાયર એન.ઓ.સી. આપવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે પ્રદેશના ઉદ્યોગપતિઓ, હોટલ સંચાલકો, શાળા સંચાલકો, બિલ્‍ડરો, હોસ્‍પિટલરો અને વ્‍યવસાયકો જેઓને ફાયર એન.ઓ.સી.ની જરૂરિયાત હોય તેઓ માટે ઓનલાઇન પ્રક્રિયા અંગે તાલીમ આપવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા ઉપસ્‍થિત દરેકને ઓનલાઇન પ્રક્રિયા તેમજ સરકારી પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. પ્રદેશના વ્‍યવસાયિકો www.fes.ddd.gov.in પર જઈને ફાયર એન.ઓ.સી. ઓનલાઇન મેળવી શકશે અને એનઓસી રીન્‍યુ કરાવવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકાશે. આ અવસરે આસિસ્‍ટન્‍ટ ડિવિઝનલ ફાયર સેફટી અધિકારી શ્રી એ.કે.વાલા, આઇ.ટી. અધિકારી, ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પદાધિકારીઓ, હોટલ ઉદ્યોગના સંચાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતની ઉપસ્‍થિતિમાં ખાનવેલ ગ્રામ પંચાયતની ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અને તલાવલીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

vartmanpravah

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment